Gujarat Police Important Notification regarding PSI/ LRD Constable Call Letter 2022

February 21, 2022 |
Sponsored Ads


Follow Us on Google News


Gujarat Police Important Notification regarding PSI/ LRD Constable Call Letter 2022

:: તા.૧૯/૦૨/૨૦૨૨ ::
(૧) પો.સ.ઇ. અને લોકરક્ષક બન્ને માટે ઉમેદવારી કરેલ હોય અને બન્ને અરજીમાં એક સરખી માહિતી ભરેલ હોય તેવા ૨,૬૨,૩૪૭ ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ અને આવા ઉમેદવારોના પો.સ.ઇ.ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોએ હવે ભરતી બોર્ડ ખાતે કોલલેટર મર્જ કરવા અંગે કોઇ અરજી આપવાની જરૂર નથી.

(ર) જે ઉમેદવારોની પો.સ.ઇ. અને લોકરક્ષકની અરજીની માહિતીમાં તફાવત હતો તેવા ઉમેદવારોના કોલલેટર મર્જ થઇ શકેલ નથી. આવા ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હતા. આવા ઉમેદવારોને બન્ને કોલલેટર મર્જ કરાવવા અંગેની અરજી આપવા જણાવેલ હતુ, તે મુજબ તા.૧૮.૦૨.૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓ મુજબ કુલ-૭૧૯૯ ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

(૩) જે ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હોય અને મર્જ કરાવવા અંગેની અરજી આપેલ ના હોય તેવા પો.સ.ઇ. કેડરની કસોટી પાસ કરેલ ઉમેદવારોએ પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવા અંગેની અરજી લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે તા.૨૬/૦૨/૨૦૨૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૬/૦૨/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહિં. અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….

Important Notice / LRD Official website: Click Here